સોમવાર, 11 જૂન, 2012




આજના બાળકો..કાલ માટે આવો નિર્ણય
pinnaclefalls.jpg
હું જવાહરલાલ જેવો દેશભક્ત બનીશ
હું ગાંધીજી જેવો સંત બનીશ
હું સરદાર જેવો લોખ્ંડી પુરષ બનીશ
હું પ્રહલાદ જેવો પ્રભૂભક્ત બનીશ
હું શ્રવણ જેવો પૂત્ર બનીશ
હું અર્જૂન જેવો બળાવાન બનીશ.
હું ધ્રુવ જેવો સ્વમાની બનીશ
હું કૃષ્ણ જેવો પ્રેમાળ બનીશ
હું રામ બની, રાવણને મારીશ્
હું સાચો દેશ-ભક્ત ને કુટુંબપ્રેમી બનીશ.

પ્રાણીઓ વિશે અજબ-ગજબની વાતો

logo-vac_animal_group.jpg
**ઓસ્ટ્રેલીયામાં માણસો કરતાં કાંગારૂની સંખ્યા વધારે છે.
**જિરાફએ વિશ્વનું ઉચામાં ઉચું પ્રાણી ગણાય છે.
**જિરાફને ૨૧ ઈચ લાંબી જીભ હોય છે.
**પોતાની જીભ વડે એ કાન સાફ કરે છે.
**શેડો બર્ડ નામનું પંખી ત્રણા માળાનો માળો બાંધે છે.
**પહેલો માળ બચ્ચા માટે, બીજો માળ ખોરાક માટે, ત્રીજો માળ નર માદા ચોકી કરે.
**હાથી ત્રણા માઈલ દૂરથી પાણીની ગંધ પારખી શકે છે.



શાર્ક માછલી (બાસ્કીંગ)
grey_nurse_shark1.jpg
દરિયાઈ પ્રાણીઓમાં શાર્ક એ સૌથી ભયંકર માછલી છે શાર્ક માછલી કદમાં પણા મોટી છે. જો કે શાર્ક અનેક જાતની જોવા મળે છે, બાસ્કીંગ શાર્ક તેના વિકરાળ જડબાને કારણ જૂદી તરી આવે છે. ભૂરા રંગની બાસ્કીગ ૬થી ૮ મીટર લાંબી હોય છે. પેસીફીક અને એટલાન્ટીક સમુદ્રમાં તે જોવા મળે છે. પાણીની સપાટી ઉપર રેહવાનું એ વધારે પસંદ કરે છે. ધીમી ગતીએ તરે છે. ૧૦૦ દાંતનું વિકરાળ જડબું એ અની વિશેષતા છે. તે કલાકના લાખો લીટર પાણી પીએ છે અને ચૂઈ વાટે બહાર કાઢે છે. આ ચૂઈમાં ૫૦૦૦ જેટલી જીભ છે.તે હંમેશા બે કે ત્રણાના સમૂહમાં સાથે રહે છે તેમનાં બચ્ચાંનું કદ પણ બે મીટર લાબું હોયછે.


પ્રાણી જગત
ll0118-001-01.jpg
*ખૂંધવાળા ઊટની કરોડરજ્જુ સાવ સીધી હોય છે.
*કેટલફીશ નામની માછલીને ત્રણ હૃદય હોય છે.
* કસારીના કાન તેના પાછલા પગના ઘૂટણામાં હોય છે.
*વિશ્વનું સૌથી વધુ ઝેરી પ્રાણી પોઈઝન એરો ફ્રોગ નામના દેડકા છે.
*ઓકટોપસની આંખની કીકી ચોરસ હોય છે.
*હમીંગ બર્ડની પાંખ સેકંડમાં ૯૦ વખત ફરકે છે.
*નાનકડું હમીંગ બર્ડ વટાણાના દાણા જેવડાં ઈંડા મૂકે છે.
*શિકાર કરવા માટે સિંહ કલાકના ૮૦ કિલોમીટરની ઝડપે દોડે છે.

મા અને બાપ


10858231_155_155.jpg
નાના-મોટા સૌએ સમજવા જેવી વાત છે.
*મા એ ઘરનું ઢાંકણ છે…બાપ ઘરનું અસ્તિત્વ છે.
*મા પાસે આસું નો દરિયો છે.. બાપ પાસે સય્ંમનો ઘાટ છે.
*મા રડીને હૈયું હળવું કરે છે. બાપ સાંત્વાન આપીને ‘હાશ’નો અનુભવે છે.
*કોઈ વાર દાઝી જવાય કે ઠેસ વાગે ત્યારે ..’ઓહ! મા શબ્દો મ્હોમાંથી નીકળી જાય છે.પણ કોઈ મોટા અક્સ્માત થતાં ..’ઓહ બાપરે’ બોલાઈ જલાય છે.
*પ્રેમથી રોજ જમાડાનારી ‘મા’ આપણાને યાદ રહે છે.પણ આયુષ્યના ભાથાની સગવડ કરી આપનાર બાપ ને બહુ યાદ નથી કરતાં.
*કુટુંબમાં કોઈનું મૃત્યું થાય તો ‘મા’તુરત રડી પડે છે,પણ પ્રસંગે -દુઃખ થવા છતાંય બાપ રડતો નથી કારણકે ..ઘરના સૌને આ કરૂણ પ્રસંગે બાપેજ હિં મત આપવાની છે.
* પરીક્ષામાં પાસ થતાં દીકરાને જોઈ મા હરખખેલી થઈ નાચી ઉઠે છે, જ્યારે બાપ ખુશાલીમાં બજારમાં જઈ મીઠાઈ લઈ આવે છે ને આનંદની લ્હાણી કરે છે.
*મા દીકરી-દીકરાના ડ્રેસ માટે ખર્ચ કરતા ખચકાતી નથી પણ્. બાપાના ફાટેલા ગંજી લેઘા માટે પૈસા વાપરતી નથી.
*મા અને બાપ દરેક કુટુંબના અગત્યના સભ્યો છે. એમની હયાતી હોય ત્યારે ઘણાં એમને ભૂલી જાય છે પણ ‘ગેરહાજરી’ હોય ત્યારે ઘણીવાર આંસુ સારતા હોય છે..તસ્તીર બનાવે.. યાદમાં કોઈ ઈમારત..મર્યા પછીની “પોક” શા કામની!!


છીંક શા માટે?
how_to_cartoon1.jpg
શ્વાસ વાટે બહારની હવા લેવાનું કામ કરતું આપણા નાકની અંદરની સપાટી ઉપર સુક્ષ્મ રુંવાટી હોય છે કે જેથી બહારથી આવતી હવામાં રહેલા રજકણરૂપી અશુધ્ધઓ ગળાઈ જાય અને ફેફસામાં જાય નહીં, શ્વાસમાં ક્યારેક ત્રીવ્રગંધ, પ્રવાહી કે મોટી રજકણ જાય ત્યારે આ રૂવાટીમાં સળવળાટ થઈ તે વસ્તુંને તાત્કાલિક બહાર ધકેલી દેવા માટે છીંક આવે છે, આમ છીંક એ આપણાં આરોગ્યનું રક્ષણ કરતી ક્રિયા છે. ક્યારેક શરદીને કારણે વારંવાર છીંકો આવે છે તેનું કારણ પણ નાકમાંથી અનીચ્છ્નીય દ્રવ્યો બહાર ધકેલવાનું છે. છીંક ખાધા પછી શ્વાસનમાર્ગ ખુલ્લો થઈ સરળતાથી શ્વાસ લઈ શકાય,


કીડી વિશે થોડી વાત
ant1.gif
૧,કીડી પૃથ્વી ઉપરનું ખૂબજ પુરાતન કિટક છે. ડાયનાસૉરના કાળામાં પણ પૃથ્વી પર કીડીઓ હતી.
૨,કીડીની હજાર કરતાંય વધુ જાત જોવા મળે છે.
૩,કીડીને ગરમ વાતાવરણ અનુકૂળ આવે છે.
૪,કીડીઓ વસાહત બનાવીને રહે છે. એક વસાહતમાં લાખો કીડી રહે છે.
૫,કીડીઓની વસાહતમાં એક રાણી કીડી અને બીજી ખોરાક શોધી લાવનાર મજુર કીડીઓ હોય છે.
૬,રાણી કીડી માત્ર ઈંડા મુકવાનું કામ કરેછે.
૭,કીડીઓ પોતાના રસ્તા પર ખાસ પ્રકારની ગંધ છોડતી જાયછે,તેથી અન્ય કીડીઓ એ ગંધથી રસ્તો શોધે છે.
૮, આર્મિએન્ટ નામની કીડી અંધ હોયછે, તેનો ડ્ંખ ઝેરી હોયછે.
૯,કીડી ખૂબજ શીસ્તબધ્ધ હોય છે, ખોરાક એકઠી કરતી વખતે કીડી તે ખોરાક ખાતી નથી






પેપર 1
1 માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે જો કોઇ પાયાનઓ તફાવાત હોય તો તે
સંસ્કૃતિ
સામાજિકતાનો
વર્તનનો
જીવશાસ્ત્રીય બાબતોનો
2 આપણા બંધારણની કઇ કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે ?
કલમ – 51 માં
કલમ – 48 માં
કલમ – 57 માં
કલમ – 51 માં
3 બાંધણી માટે આમાનું કયુ શહેર જાણીતું નથી ?
જામનગર
જેતપુર
ભૂજ
જૌનપુર
4 નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને જવાબ લખો
અકીકકામ જયપુર
જરીકામ સુરત
જડતરકામ બિકાંનેર
મીનાકારીગરી વારાણસી
5 ભારતમાં એવું ક્યું મંદિર છે કે જેનો છાયડો ક્યારેય ધરતી પર પડતો નથી ?
કોણાર્કનું
કૈલાસનાથનું
બૃહદેશ્વરનું
મહાબલીપુરમનું
6 ક્યો યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ તરીકે ઓળખાય છે ?
મૌર્યયુગ
સોલંકીયુગ
ગુપ્તયુગ
અનુમૌર્યયુગ
7 ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે ?
મોઢેરા
કોણાર્ક
તારંગા
ચોટીલા
8 ભારતના બંધારણમાં માન્ય ભાષાઓ કેટલી છે ?
16
28
08
18
9 પ્રાચીન ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે ?
પૃથ્વીરાજરાસો
હર્ષચરીત
રાજતરંગિણી
વિક્રમાદેવચરિત
10 મધ્યયુગની સૌથી મહત્વની ઘટના કઇ હતી ?
ઉર્દૂભાષાનો જન્મ
ભક્તિપદોની રચના
આત્મકથાની રચના
ઉર્દૂભાષાનો વિકાસ
11 ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવાય છે ?
બ્રહ્મગુપ્ત
ભાસ્કરાચાર્ય
આર્યભટ્ટ
ચરક
12 નટરાજનું શિલ્પ કઇ કલાનું સર્વોત્તમ નમૂનો છે ?
ઓડિસી
નાદન્ત
કથક
ભરતનાટયમ્
13 પારાની ભસ્મ ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોના દ્વારા શરૂ થઇ હોવાનું મનાય છે ?
આર્યભટ્ટ
વિશ્વકર્મા
સુશ્રુત
નાગાર્જુન
14 ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યુ છે ?
પર્યાવરણ ખાતાને
શિક્ષણ ખાતાને
પ્રવાસ-પર્યટન ખાતાને
પુરાત્તત્વ ખાતાને
15 મેઘાલયમાં ક્યું ઉપવન આવેલું છે ?
લિંગદોહ
ઓરન
કાઝીરંગા
ઇરિગોલ કાવૂ
16 સર્પોના સંદર્ભમાં ઉપયોગી ઔષધિઓનાં કેટલાક છોડ ક્યાં ઉપવનમાંથી મળે છે ?
શામલાત દેહ
દેવરહતી
ઇરંગોલ કાવૂ
લિંગદોહ
17 ભારતના રેલવેના વારસાનું પ્રદર્શન કરતું સંગ્રાહલય ક્યાં આવેલું છે ?
અમદાવાદ
નવી દિલ્લી
વડોદરા
મુંબઇ
18 ભારતનું ક્યું ઐતિહાસિક સ્મારક ઉધોગોના ધુમાડાના કારણે ધુંધળુ અને પીળાશ પડી રહ્યું છે ?
સીદી સૈયદની જાળી
તાજમહલ
લાલ કિલ્લો
પાવાગઢનો કિલ્લો
19 રાજસ્થાનમાં કઇ જાતિનાં લોકો વૃક્ષો અને પ્રાણીઓનાં સરંક્ષણ માટે કેટલાક સિદ્ધાંતોનું પાલન કરે છે ?
બિશ્ર્નોઇ
વનવાસી
આદિવાસી
કિરાત
20 ક્યા પ્રકારની જમીનમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે?
કાંપની જમીન
કાળી જમીન
રાતી જમીન
રેતાળ જમીન
21 કુદરતી સંસાધનના વિકાસ માટે ક્યું સંસાધન હોવું જરૂરી છે ?
જંગલો
માનવ
પવન
વરસાદ
22 વિશ્વ પર્યાવરણ દિન ક્યા દિવસે ઉજવાય છે ?
4
ઑકટોબર
29
ડિસેમ્બર
21
માર્ચ
5 જૂન
23 કઇ ઔષધિય વનસ્પતિ એકમાત્ર ભારતમાં થાય છે ?
અશ્વગંધા
સર્પગંધા
મત્સ્યગંધા
રજનીગંધા
24 ..1975 માં સંયુક્ત રાષ્ટ્રોનાં ખાદ્ય અને કૃષિ સંગઠન ના સહયોગથી કઇ પરિયોજના શરૂ કરવામાં આવી હતી ?
વાઘ પરિયોજના
હાથી પરિયોજના
મગર પરિયોજના
સિંહ પરિયોજના
25 ભારતમાં કોફીનાં ઉત્પાદન માટે ક્યો પ્રદેશ જાણીતો છે ?
કોલાર
કાનમ
કુર્ગ
ચરોતર
26 કાવેરી નદી પર કઇ નહેરનું નિર્માણ થયું છે ?
પૂર્વય નહેર
નર્મદા નહેર
ગ્રાન્ટ એનિકટ નહેર
ઇન્દિરા નહેર
27 રેતી, પાણી અને ચૂનાના મિશ્રણને શું કહેવામાં આવે છે ?
મોરટાર
માટી
કળીચૂનો
સિમેન્ટ
28 લોખંડ: વધુ મજબૂતાઇવાળું,અબરખ: ?
વજનમાં હલકુ-ટકાઉ
વિદ્યુતનું અવહાક
નરમ વિદ્યુત વાહક
મુલાયમ ભારે ધાતુ
29સૌથી ઊંચી કક્ષાનો કોલસો જેમા 90% કાર્બનનું પ્રમાણ હોય છે?
સીડરાઇટ
હેમેટાઇટ
એન્થ્રેસાઇટ
લિગ્નાઇટ
30 નીચે આપેલા પૈકી ગુજરાતનું એક ખનીજ તેલક્ષેત્ર નથી ?
કલોલ
અંકલેશ્વર
માકૂમ
લૂણેજ
31 નીચેનામાંથી કયા સ્થળે પ્રદ્યોયોગિકી પાર્ક નથી
ચેન્નાઇ
બેંગ્લોર
જમશેદપુર
કોલકત્તા
32 નીચેના પૈકી ક્યું જોડકું ખરું નથી તે શોધી લખો ?
ખાતર ઉદ્યોગ સંદરી
ઉની કાપડ ઉદ્કૃત્રિયોગ મુંબઇ
કૃત્રિમ કાપડ ઉદ્યોગ ચેન્નાઇ
ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ બેંગ્લોર
33 મોટા કદનાં વહાણોનું બાંધકામ ક્યાં થાય છે ?
કોચી
કોલકાતા
મુંબઇ
માર્મગોવા
34 જળપ્રદૂષણનો સૌથી મોટો મહત્વનો સ્ત્રોત ક્યો છે ?
વનસ્પતિ
ઔધોગિક કચરો
જીવજંતુઓ
વાયુ
35 રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-2 ક્યા નામે ઓળખાય છે ?
ગ્રાન્ટ ટ્રન્ક રોડ
સુવર્ણ ચતુર્ભુજ યોજના
સરહદી માર્ગ
કોસ્ટલ હાઇવે
36 દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી દ્વારા ભાગવામાં આવતાં દરેક વ્યક્તિને પ્રાત્પ થતી સરેરાશ આવક એટલે
વાર્ષિક આવક
સરેરાશ આવક
દૈનિક આવક
માથાદીઠ આવક
37 આર્થિક દષ્ટીએ ભારત કેવો દેશ છે ?
વિકસિત
અલ્પવિકસિત
વિકાસશિલ
સમૃદ્ધ
38 રાજયની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું ?
નાણાંકીય નીતિ
ઔધોગિક નીતિ
રાજકોશિય નીતિ
વ્યાપાર નીતિ
39 વિકાસશિલ અર્થતંત્રની ઓળખ માટે મુખ્ય લક્ષણ ક્યું છે ?
માથાદીઠ આવક
ખેતીની આવક
વાર્ષિક આવક
દૈનિક આવક
40 વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે ?
પેરિસ
જિનીવા
ન્યુયોર્ક
દિલ્લી
41 જંતુનાશક દવાઓનો વિકલ્પ ક્યા દેશમાં શોધાયો છે ?
અમેરિકા
રશિયા
શ્રીલંકા
બ્રાઝિલ
42 ભારતમાં ગરીબાઇનું સૌથી વધુ પ્રમાણ ક્યા રાજયમાં છે ?
મધ્યપ્રદેશ
ઉત્તર પ્રદેશ
બિહાર
ઓરિસ્સા
43 ગુજરાતમાં ગરીબી રેખાનીચે જીવતા લોકોનું પ્રમાણ કેટલું છે ?
14.07%
16.07%
18.70%
15.07%
44 ગુજરાતમાં કન્યા કેળવણી માટે કઇ યોજના અમલમાં મૂકી છે ?
મહિલા બોન્ડ
વિદ્યાલક્ષ્મી બોન્ડ
સરસ્વતી બોન્ડ
નર્મદા બોન્ડ
45 સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP)નો મુખ્ય એજન્ડા કયો છે ?
માનવ વિકાસ
આર્થિક વિકાસ
દેશનો લશ્કરી વિકાસ
રાજકીય વિકાસ
46 કઇ સમસ્યા વૈશ્વિક સમસ્યા છે ?
ફાસીવાદ
જ્ઞાતિવાદ
આતંકવાદ
કોમવાદ
47 એન.એલ.એફ.ટી ત્રિપુરા: ઉલ્ફા ……
આંધ્રપ્રદેશ
પંજાબ
અસમ
નાગાલેન્ડ
48 બંધારણના કયા આર્ટિકલ દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે ?
15
29
17
32
49 ક્યુ પરિબળ વ્યક્તિ,સમાજ અને દેશનાં વિકાસને અવરોધતું પરિબળ છે ?
બિનસાંપ્રદાયિકતા
સાંપ્રદાયિકતા
આચાર સંહિતા
ધર્મ નિરપેક્ષતા
50 વિશ્વમાં સૌથી વધારે બાળ મજૂરો ક્યા દેશમાં છે ?
રશિયા
અમેરિકા
પકિસ્તાન
ભારત